નજીકનું તીર્થ

સુમેરુ નવકાર તીર્થ - કરજણ

શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન

ગુજરાતમાં વડોદરા જિલ્લાના કરજણ નગરથી માત્ર 1 કિ.મી. દૂર મિયાગામ નામનું ગામ છે. તેનું પ્રાચીન નામ મહિઆ નગરી હતું. એક સમયે અહીં હજારો પરિવારો રહેતા હતા.

ગામમાં 4 શિખરબંધી જિનાલયો હતાં. ગામમાં જૈનોની વસ્તી ઘટી. પ્રભુ પૂજા કરનારા ન રહ્યા, જિનાલયોમાં આશાતના થવા લાગી.

આ આશાતના દૂર કરવા માટે, બંધુ બેલડી આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરી અને આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરીએ મિયાગામના જૈન સંઘના આગેવાનોને ભગવાનની મૂર્તિ બીજે ક્યાંક મૂકવા પ્રેર્યા. પરંતુ તેમની ઈચ્છા ન હોવાને કારણે પૂજ્યશ્રીએ મિયાગામનાં તમામ જિનાલયોની મૂર્તિઓ એક સાથે સ્થાપિત થઈ શકે એવા સુમેરુ-નવકાર તીર્થનો વિચાર રજૂ કર્યો. આ વિચારથી તમામ આગેવાનો સંતુષ્ટ થયા.

સુમેરુ નવકાર તીર્થમાં બંધુ બેલડી આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરી અને આચાર્ય શ્રી હેમચંદ્રસાગર મહારાજ સાહેબની નિશ્રામાં મહા વદ 7, 14/2/2001 ના શુભ દિવસે, અષ્ટાન્હિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. શ્રેષ્ઠી કિશોરભાઈ ભીમજી સંઘવીએ આ મહોત્સવનો સંપૂર્ણ લાભ લીધો હતો.

જિનાલયમાં મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન જિનાલયમાં બિરાજમાન છે. ભગવાનની પ્રતિમા ખૂબ જ પ્રાચીન છે. ઉપરના માળે સીમંધર સ્વામી આદિ ૧૯ વિહારમાન ભગવાનની પ્રતિમાઓ વિરાજમાન છે.

અહીં ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. આ તીર્થ મિયાગામ કરજણ સ્ટેશનથી 13 કિમી દૂર છે. અણસ્તુ તીર્થ અહીંથી 5 કિ.મી. દૂર છે.

સરનામું:

સુમેરુ નવકાર જૈન તીર્થ – સુવર્ણ મંદિર, વડોદરા, કરજણ, ગુજરાત 391240

ફોન નંબર

02666-231010

સમય

સવારે 6.00 કલાકથી 11.30 કલાક સુધી, સાયં 6.00 કલાકથી રાત્રિના 9.30 સુધી

સુમેરુ નવકાર તીર્થની ઝાંખી