પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.

કોયલની મીઠી ચહેક સમાન

પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.

ગાયનકલામાં નિપૂણ
2
3

બંધુબેલડીમાં મોટા ભાઈ પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરી મહારાજ બાળપણથી જ સૂરીલો કંઠ ધરાવતા હતા. જ્યારે પણ તેઓ પોતે ગાતા ત્યારે મંદિર અનેક ભક્તોથી ભરાઈ જતું. પૂ. શ્રી સંગીત અને ગાયન કલામાં અત્યંત ઊંડો રસ ધરાવતા હતા. તેમનું સંગીત ક્ષેત્ર અધ્યાત્મ સાથે સંકળાયેલું રહ્યું.

સુપ્રસિધ્ધ સંગીતકારો જેમ કે પંડિત ભીમસેન જોશી, ગજાનન ઠાકુર તથા પંડિત મોહનલાલજી જેવા સંગીતકારો જ્યારે પોતાની ગાયન કલા પ્રસ્તુત કર્યા પછી પૂજ્યશ્રીને સાંભળતા ત્યારે સહજ રીતે સૌ તેમની ગાયકીથી અભિભૂત થઈ જતા હતા.

આવા પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરી જ્યારે સિદ્ધાચલ અથવા શત્રુંજ્ય તીર્થ જેવી પૂણ્ય તીર્થ ભૂમિમાં પોતાના સ્વરે સમૂહ ભક્તિ કરાવતા હતા ત્યારે શ્રોતાઓ માટે ભક્તિમય ઉત્સવ બની જતો અને સૌ ભક્તિમાં લીન થઈ જતા.

એ પણ એક વિશેષ યોગાનુયોગ હતો કે આજીવન સૂર અને સંગીતની ભક્તિ ધારા વહાવનારા પૂજ્યશ્રીનો જે દિવસે કાળધર્મ થયો એ દિવસ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથની કેવલજ્ઞાન કલ્યાણક મહા વદ એકાદશી હતી.

રાત્રે તેમણે પોતાના મધુર કંઠમાં મંત્રમુગ્ધ કરી દેનારી સ્તુતિ તથા સ્તવન સંભળાવ્યાં અને એ જ સૂર આરાધનામાં સમાધિ મેળવી.

પરસ્પર સ્નેહધારા
2
3

બંધુ બેલડીનો પરસ્પર સ્નેહ સ્પષ્ટ હતો… તેમની જોતાં જ આપણને સહજ રીતે રામ-લક્ષ્મણજીની જોડી યાદ આવી જાય. બંને આચાર્ય શ્રીની સ્નેહધારા તેમના વડીલો પ્રત્યેની ભક્તિ રૂપે તથા આશ્રિતગણ પ્રત્યે વાત્સલ્ય રૂપે અવિરત યાદ આવે છે.

ઐતિહાસિક સત્પ્રેરણાઓ
2
3

પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, દીક્ષા મહોત્સવ, ઉપધાન તપ આરાધના તથા શ્રી નવકાર મહામંત્ર સાધન જેવા હજારો અનુષ્ઠાન અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયા છે.

એ સાથે જ શ્રી અયોધ્યાપૂરમ્ મહાતીર્થ જિલ્લો વલ્લભીપૂર, શ્રી સુમેરૂ નવકાર તીર્થ, જિલ્લો વડોદરા જેવા મહાન સ્થાપત્ય કલા સંપન્ન તીર્થ તથા સુરતથી સમેદ શિખરજીના ૧૪૦ દિવસના છ‘રીપાલક મહાસંઘ તથા ચેન્નાઈ સ્થિત શત્રુંજયના ૧૩૬ દિવસના છ‘રીપાલક મહાસંઘ જેવા ઐતિહાસિક પ્રસંગ પૂજ્યશ્રીની નિશ્રામાં સંપન્ન થઈને નવા ઇતિહાસ રચી ચૂક્યા છે.

આ બધામાં પૂજ્યશ્રીની સાત્વિકતા, સાહસિકતા, સરળતા, સત્પ્રેરણા, ઉત્તમ બુદ્ધિમત્તા તથા વિશિષ્ટ કુશળતા જેવા ગુણોના જૈનશ્રી સંઘને દર્શન થયા છે.

સમાધિ તીર્થ
2
3

અયોધ્યાપૂરમ્ તીર્થ પ્રેરક તથા માર્ગદર્શક બંધુ બેલડી પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. આ પાવન પૂણ્ય ધરા પર મહા વદ ૧૧-બુધવાર, ૭ માર્ચ ૨૦૨૪ની મધ્ય રાત્રિએ 1.11 વાગ્યે કાળધર્મ પામ્યા.

તેમની અંતિમ ઇચ્છા અનુસાર પાર્થિવ દેહને તીર્થ પરિસરમાં જ સમાધિ આપવામાં આવી, જેનું લોકાર્પણ 6 એપ્રિલ, 2024ના દિવસે પૂજ્યશ્રીના પ્રથમ માસિક પૂણ્ય સ્મરણના અવસરે આયોજિત સદગુરૂ સદગુણ સંકિર્તન મહોત્સવ પ્રસંગે પૂ. આ. શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રા તથા વિભિન્ન ગચ્છ સમુદાયના આચાર્ય શ્રી, સાધુ-સાધ્વીજી તથા દેશભરમાંથી આવેલા શ્રીસંઘ પ્રતિનિધિ તથા હજારો સમાજ જનોની ભાવપૂર્ણ ઉપસ્થિતિમા થયું હતું.

અયોધ્યાપૂરમમાં દેશ વિદેશથી આવતા ભક્તજનો અહીં પોતાનાં શ્રદ્ધાસુમન અર્પણ કરીને પૂજ્યશ્રીનું પાવન સ્મરણ કરે છે.

દર મહિને વદ એકાદશીના રોજ અહીં પુષ્પાંજલિ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં સમાધિ તીર્થને સમૃદ્ધ સ્વરૂપ આપવાની કાર્ય યોજના છે.

પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.નાં
શ્રીચરણોમાં કોટિ કોટિ વંદન

બંધુ બેલડીનો વિસ્તૃત પરિચય જાણો

પૂ. આ. શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.

બંધુ બેલડી