

તીર્થ સાથે જોડાઓ

તીર્થ અને ગૌશાળા માટે અનુદાન
આપનું દાન જૈન તીર્થના વિકાસ, સંભાળ અને ધાર્મિક પ્રવૃત્તિઓને સુદૃઢ કરવામાં માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ધર્મપ્રેમીઓના સહકારથી જ અમે તીર્થની સેવા ભાવનાને સતત આગળ વધારીએ છીએ. આપનું દાન અમને યાત્રાળુઓને સુખદ અને પવિત્ર અનુભવ આપવા સક્ષમ બનાવે છે.
આ ક્યૂઆર કોડ સ્કેન કરીને આપ અનુદાન આપી શકો છો. ચુકવણી પછી તેની વિગતો અમને જરૂર મોકલશો.

ભોજનશાળા બુકિંગ
તીર્થની મુલાકાતે આવતા યાત્રિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવા માટે અમારી ભોજનશાળા સેવાઓ ખુલ્લી રહે છે.
અહીં પરંપરાગત જૈન પદ્ધતિઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.
ભોજનશાળામાં એડવાન્સ બુકિંગ કરાવી આપ સમયનું આયોજન કરી શકો છો અને તીર્થ યાત્રાને વધુ સરળ બનાવી શકો છે.
ભોજનશાળામાં બુકિંગ માટે આ નંબર પર સંપર્ક કરો: 90742 20105, 94248 98657
આ પછી આપ આ ક્યૂઆર કોડ સ્કેન કરીને બુકિંગ માટે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ પછી તેની વિગતો અમને જરૂર મોકલશો.

ધર્મશાળા રૂમ બુકિંગ
આ તીર્થમાં આરામદાયક અને શુદ્ધ વાતાવરણ સંપન્ન ધર્મશાળાની સુવિધાઓ છે.
યાત્રાળુઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, બુકિંગ પ્રક્રિયા સરળ અને ઝડપી છે.
કૃપા કરીને આપની મુલાકાત સુનિશ્ચિત કરવા માટે અગાઉથી બુક કરો.
ધર્મશાળામાં બુકિંગ માટે આ નંબર પર સંપર્ક કરો 90742 20105, 94248 98657
આ પછી આપ આ ક્યૂઆર કોડ સ્કેન કરીને બુકિંગ માટે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ પછી તેની વિગતો અમને જરૂર મોકલશો.

‘મંગલ નવકાર’ મેગેઝિન લવાજમ
'મંગલ નવકાર' ગુજરાતી સામયિક એ જૈન ધર્મ પરના ઉપદેશો અને અદ્યતન માહિતીનું વિશેષ સંકલન છે. તેના સભ્ય બનીને, આપ નિયમિતપણે તીર્થને લગતા સમાચાર, ઉપદેશો અને ધાર્મિક લેખોનો આનંદ માણી શકો છો.
મેગેઝિનનું લવાજમ ભરીને આપ ધર્મ વિશે ઊંડાણભર્યું જ્ઞાન મેળવી શકો છો.


“मनुष्य को धर्म और धर्मी से सदा आदर रखना चाहिए।”