પરિચય

પ્રભાવશાળી પરિચય અને રોમાંચક ઇતિહાસ

ગુજરાત, ભારતમાં પવિત્ર તીર્થ ભૂમિક સૌરાષ્ટ્રમાં મહાતીર્થ શત્રુંજય ગિરિરાજથી પાલીતાણાના માર્ગ પર જિનશાસનરત્ન પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા અને પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી નિર્મિત ‘‘જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમ’’ નો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી અને ગર્વનો અનુભવ કરાવે તેવો છે.
આ પાવન પુણ્યધરા પર પરમાત્માના પ્રતિનિધિ મહાત્મા કહીએ કે પછી સાધુ-સંત, તેઓ સૌને પ્રેરણા આપીને પોતાના કયા કયા સંકલ્પ પૂરા કરે છે – તે આપણી અલ્પબુદ્ધિની સમજની બહાર છે.

ભવ્ય ભૂતકાળ
6
7

વિ.સં. 2048 મહાસુદ 5 એટલે કે આગમ ઉદ્ધારક પૂજ્ય શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સા.ની 100મી તિથિ. આ પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને આગમ વિશારદ પન્યાસ પ્રવર ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. સા.ની કૃપા તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી અશોકસાગરજી મ. સા.ના શિષ્યરત્ન, બંધુ બેલડી પૂજ્ય આચાર્યદેવ શ્રી જિનચંદ્રસાગર સૂરીજી મ. સા. અને પૂજ્ય આચાર્યદેવ શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી એ જ દિવસે સુરતથી સમ્મેત શિખરજી મહાતીર્થનો છરી પાલક સંઘ નીકળ્યો.

આ સંઘમાં 200 થી વધુ આદરણીય સાધુ અને સાધ્વીજી આવ્યાં હતાં. ઈતિહાસ જણાવે છે કે લગભગ 250 વર્ષ પછી આ પ્રકારનો સંઘ ગુજરાતમાંથી પ્રથમ વાર નીકળ્યો હતો.

આ સંઘ સમ્મેત શિખરજી પહોંચ્યા પછી, કલકત્તા વગેરે વિસ્તારોમાં ચાતુર્માસ કર્યા પછી, 140 થી વધુ આદરણીય સાધુઓ અને સાધ્વી ભગવંતો પરત ફરતી વખતે અયોધ્યા (ઉત્તર પ્રદેશ) પહોંચ્યા.

આ રીતે સંકલ્પ સ્ફુર્યો
6
7

આ ભૂમિ જૈન ધર્મના 24માંથી 5 તીર્થંકરોનું જન્મસ્થળ છે. અહીં 120 કલ્યાણકમાંથી 9 કલ્યાણકની ઘટનાને કારણે અતિ પવિત્ર હોવા છતાં, અહીં કોઈ યોગ્ય મંદિર, લાયક પ્રતિમાજી અને ધર્મશાળા ન હતી.

જેના કારણે પૂજ્ય બંધુ બેલડી આચાર્યદેવશ્રીનું હૃદય દુઃખી થયું અને તેમને મનમાં સંકલ્પ પ્રગટ્યો કે આ તીર્થને ઉદ્ધાર કરવો છે.

આ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ આ વિસ્તાર ગુજરાતથી દૂર હોવાને કારણે, જૈનોની વસતી નહીં અને બાબરી મસ્જિદને કારણે વારંવાર થતા વિવાદો જેવાં અન્ય ઘણા કારણો હતાં, જેને કારણે ત્રણ વર્ષના પ્રયત્નો પછી પણ સફળતા મળી શકી નહીં.

પરંતુ આચાર્યદેવશ્રીને થયેલા આ પ્રેરણાને ભગવાન કેવી રીતે પૂર્ણ કરવા માગતા હતા, તે માત્ર તે જ જાણતા હતા…સમય વીતતો ગયો અને સંકલ્પ મજબૂત થતો ગયો…!

એક અકસ્માત અને ચમત્કાર!
6
7

વિ.. સં. 2052માં, બંને આચાર્ય શ્રી ચાતુર્માસ માટે પાલીતાણા જંબુદ્વીપની મુલાકાતે પધારી રહ્યા હતા. હાલમાં જ્યાં અયોધ્યાપુરમ તીર્થસ્થળ છે ત્યાંથી વિહાર કરતી વખતે તેમણે એક વિશાળ સાપ રસ્તા પર ડાબેથી જમણે જતાં જોયો.

અચાનક જ સાપ ઝડપથી આવી રહેલા એક ભારે વાહનનાં પૈડાં નીચે કચડાઈ ગયો અને બહુ ખરાબ રીતે પીડાવા લાગ્યો.

પૂજ્ય આચાર્યદેવશ્રીએ જોયું કે આ અકસ્માતમાં સાપના શરીરનો વચ્ચેનો ભાગ વાહનની અડફેટે આવી જતાં રસ્તા પર ચોંટી ગયો હતો. સાપ પોતાનો જીવ બચાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યો હતો... આ પ્રાણીનો જીવ બચાવવા પૂજ્ય આચાર્યદેવશ્રી ત્યાં જ રોકાઈ ગયા અને લોહીલૂહાણ સાપને તેઓ કાળજીપૂર્વક રસ્તા પરથી દૂર સલામત સ્થળે લઈ ગયા.

એ પછી આચાર્યદેવશ્રીએ એ જીવની સદગતિના હેતુથી દસથી પંદર મિનિટ સુધી શ્રી નવકાર મહામંત્રનો પાઠ કર્યો… આદરણીય આચાર્ય દેવશ્રી પાસેથી મહામંત્ર નવકાર સાંભળતાં સાંભળતાં સાપે પ્રાણ ત્યાગ કર્યો.

તે જ ક્ષણે સંકેત મળ્યો
6
7

હવે તમે કહેશો કે આ ઘટનાને અયોધ્યાપુરમ તીર્થયાત્રા સાથે શું સંબંધ છે? પરંતુ આ ઘટનાની પૃષ્ઠભૂમિ યાત્રાધામના નિર્માણમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

જ્યારે પૂજ્ય આચાર્યદેવશ્રી પાલીતાણામાં ચાતુર્માસ પૂર્ણ કરીને આ જ માર્ગેથી પરત આવી રહ્યા હતા ત્યારે બરાબર એ જ ઘટના સ્થળે પહોંચ્યાં અને ત્યાંથી તેમને શત્રુંજય ગિરિરાજનાં દર્શન થયાં. તેમણે આ જ સ્થળેથી અનન્ય ભાવથી દર્શન-વંદન કર્યાં.

એ દરમિયાન, પરમાત્માની લીલા થઈ અને પૂજ્ય આચાર્યદેવશ્રીને એક દિવ્ય સંકેત મળ્યો કે... તમારે અયોધ્યામાં જે કામ કરવાનું હતું, તે કામ અહીં અને આ ભૂમિ પર કરો અને આ ભૂમિને અયોધ્યાપુરમ નામ આપો...!

આ એ જ ભૂમિ છે..!
6
7

આદરણીય આચાર્યદેવશ્રીએ વિચાર્યું કે આ ભૂમિ માટે આ સંકેત કેમ મળ્યો? પરંતુ આદરણીય આચાર્ય દેવશ્રીને આ સંકેતનું રહસ્ય સમજવામાં વધુ સમય લાગ્યો નહીં.

તેમને તરત જ આંતરિક પ્રેરણા મળી અને તરત જ ઉકેલ આવ્યો કે - ઓહ! આ એ જ ભૂમિ છે જ્યાં અમારા મુખે નવકાર સાંભળતાં સાંભળતાં પેલા સાપે પોતાનો જીવ ત્યાગ્યો હતો.

દેવ સ્વરૂપ પામેલ એ સાપનો જ આ સંકેત હોવો જોઈએ અને આ ભૂમિ એટલે કે વલ્લભીપુર જિલ્લો ભાવનગર, ગુજરાતનો એક ભાગ છે, એટલે કે શત્રુંજય ગિરિરાજની પ્રાચીન તળેટી છે.

આ ભૂમિ પર જ પૂર્વધર શ્રી દેવર્ધિગણીએ પ્રથમ વાર 500 આચાર્યદેવો સાથે મળીને જીનગમોંને લિપિબદ્ધ કર્યાં હતાં... કેટલી પવિત્ર અને પાવન ભૂમિ...!!!

અયોધ્યાપુરમનું ઉદગમ બિંદુ!
6
7

આ દૈવી સંકેત જ આ અયોધ્યાપુરમનું ઉદગમ બિંદુ છે!

આ સંકેત મુજબ અહીં તીર્થધામના નિર્માણનું કાર્ય શરૂ થયું. ત્યારે બંધુ બેલડી આચાર્યદેવશ્રીને વિચાર આવ્યો કે તેમના પરમ ગુરુદેવ પં. અભયસાગર જી મ. સા. શ્રીની ભાવના હતી કે એક એવી વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે, જે પદ્માસન મુદ્રામાં 23 ફૂટની ઉંચાઈની હોય, કારણ કે દાદા આદિનાથ 500 ધનુષ્યની ઉંચાઈ ધરાવતા હતા.

તેથી, જો આપણે 1 ધનુષ્ય = 1 વેઢું = 1 ઇંચ લઇએ તો તે 500 ઇંચ થાય છે. જો આપણે પદ્માસનની મુદ્રામાં બેઠેલી પ્રતિમાને લઈએ તો તે લગભગ 270 ઈંચ = 23 ફૂટ થાય.

આથી; આદરણીય ગુરુદેવશ્રીએ તે સમયે એટલું જ મોટું એક તૈલચિત્ર પણ બનાવડાવ્યું હતું, સમય અને સંયોગે એ સમયે સાથ આપ્યો નહોતો. તેથી એ સમયે વિચાર સાકાર થઈ શક્યો નહોતો. તો શા માટે આપણે અયોધ્યાપુરમમાં વિરાટ આદિનાથ દાદાની આવી જ પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રયાસ ન કરીએ?

આ માટે આટલા મોટા પથ્થરની શોધ શરૂ કરવામાં આવી હતી. જ્યાં હેતુ શુદ્ધ હોય અને સંકલ્પ દિવ્ય હોય ત્યાં પ્રકૃતિ પણ સહકાર આપવામાં પાછળ રહેતી નથી! આખરે ફરી એક ચમત્કાર થયો -જયપુરથી 70 કિમી દૂર જીરી ખાણમાં આટલી વિશાળ શિલા મળી આવી.

એ શિલાને 150 પૈડાંવાળી ટ્રોલીમાં અહીં લાવીને દાદા આદિનાથજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું.

“ધર્મ માર્ગે ચાલીને આપણે પોતાની શક્તિ અનુસાર પરમાર્થનાં કાર્યોમાં ભેગ લેવો જોઈએ, એ જ સદમાર્ગ છે.”

અનેક લોકોની શ્રદ્ધાનું અનન્ય સ્થાન