

મુખ્ય આકર્ષણો

મુખ્ય આકર્ષણો


દાદા આદિનાથજીની ભવ્ય પ્રતિમા
અયોધ્યાપુરમ તીર્થધામનું મુખ્ય આકર્ષણ દાદા આદિનાથજીની ભવ્ય 23 ફૂટની પ્રતિમા છે, જે 108 કિલો વજનના ચાંદીના મુગટથી સજ્જ છે અને અસાધારણ શક્તિઓથી સંપન્ન છે.
આ પ્રતિમા માટે જયપુરથી 70 કિમી દૂર જીરી ખાણમાંથી શિલા મેળવવામાં આવી હતી. આ શિલાને અહીં લાવીને દાદા આદિનાથજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું.

અદ્ભુત સ્થાપત્યકલા ધરાવતું જિનાલય
દાદા આદિનાથજીની પ્રતિમાજીને વિરાજમાન કરવા માટે નિર્મિત જિનાલય સંપૂર્ણ ભારતવર્ષમાં જિનાલયોમાં શિલ્પકલાનું એક અભિનવ ઉદાહરણ બની ગયું છે.
- દેશ-દુનિયામાં પ્રથમ વખત જિનાલય માટે ચંદ્રાકાર પ્રવેશનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- ચંદ્રાકાર પ્રવેશમાં 23 તીર્થંકરોની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.
- શિખર પર ધ્વજ દંડ 25 ફૂટનો છે.
- મંદિરનું ભોંયતળિયું 161 ફૂટ લાંબો અને 108 ફૂટ પહોળો છે.
- ભવિષ્યમાં અહીં જિન શાસનનાં સત્યોને ઉજાગર કરતું સુંદર પ્રદર્શન નિર્માણ કરવાનું આયોજન છે.
- આ મંદિર નિર્માણ કાર્યમાં પથ્થરો, ઈંટો, દોરડાંઓ અને લાકડાંના વાંસના થાંભલાઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંદિરનું ભવ્ય ગર્ભગૃહ
- મૂલનાયક શ્રી આદિનાથદાદા જ્યાં બિરાજમાન છે તે ગર્ભગૃહ 28 ફૂટ લાંબું 28 ફૂટ પહોળું અને 55 ફૂટ ઊંચું છે.
- મંદિરનો વિશાળ રંગ મંડપ 87 ફૂટ લાંબો-પહોળો છે.
- રંગ મંડપની વિશેષતા એ છે કે મધ્યમાં એક પણ સ્તંભ નથી.
- રંગ મંડપની ઉપરનો ઘુમ્મટ 3 ફૂટ લાંબો-પહોળો છે.
- ટાવર 32 સ્તંભો પર ટકેલો છે, જેની ઊંચાઈ 70 ફૂટ છે.
- ઘુમ્મટના સ્તંભો પર વિવિધ પ્રકારની આકર્ષક કારીગરી અને કોતરણી કરવામાં આવી છે.
- મંદિરનું શિખર નવકારના 68 અક્ષર સમાન 68 ફૂટ ઊંચું છે, જેનો આકાર વિશાળ ઘંટ જેવો છે.
- જિનાલયના વિશાળ ઘુમ્મટ પર સમાન વિશાળ વૈભવી સમવસરણ બનાવવામાં આવ્યું છે, અહીં મંદિરની પરિક્રમા કરવાની પણ વ્યવસ્થા છે.

ત્રણ હજાર વર્ષ પ્રાચીન મૂર્તિ
મંદિરમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ હજાર વર્ષ પ્રાચીન મૂર્તિ સાલમગઢથી લાવવામાં આવી હતી. અહીં 2500 વર્ષ પ્રાચીન, વસ્ત્ર-અલંકારો સાથેની ભગવાન મહાવીર સ્વામીજીની મૂર્તિના દર્શનનો લાભ પણ ભક્તોને મળે છે.

નવકાર મંદિર
- સમગ્ર તીર્થ સંકુલની ચેતનાનું કેન્દ્ર છે આ નવકાર મંદિર.
- અહીં ભગવાનની પ્રતિષ્ઠા સ્થપાઈ ત્યાં સુધી 36 મહિના સુધી અખંડ નવકાર જપ ચાલ્યા.
- એટલું જ નહીં સાધુ-સાધ્વીજીએ કાર્ય પૂર્ણ થયાના છેલ્લા 18 દિવસ સુધી સતત જાપ કરવામાં આવ્યા.
- આ મંદિરમાં જાપ અવિરત ચાલુ છે અને અત્યાર સુધીમાં લગભગ ચાર કરોડ નવકારનો જાપ થઈ ચૂક્યો છે.
- જેના કારણે આ તીર્થ સંકુલ ચેતનાથી ભરેલું છે અને અહીં ધ્યાન કરનારાઓને તેનો પરોક્ષ અનુભવ થાય છે.

ક્ષેત્રપાલ દેવતા
નવકાર મંદિર નજીક અદ્ભુત અને અલૌકિક સામર્થ્યવાન તથા સંકલ્પવાન ક્ષેત્રપાલ દેવતાના જાગ્રત મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
અયોધ્યાપુરમ તીર્થ પરિચય

“जिसके जीवन में अभाव है उसका संरक्षण करना रचनात्मक कार्यों में शामिल हैं।”
