સંકલિત પરિચય

તીર્થપ્રેરક અને માર્ગદર્શક

‘બંધુ બેલડી’ તરીકે પ્રખ્યાત
જિનશાસનરત્ન પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
અને
જિનશાસનરત્ન પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ

બંને બંધુવર્યો વિશ્વ પ્રસિદ્ધ જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમના પ્રેરક અને માર્ગદર્શક છે.

આજથી પચાસ વર્ષ પહેલાં સુપ્રસિદ્ધ જૈન સંત, જિનાગમ મર્મજ્ઞ પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજના પ્રશિષ્ય તરીકે પોતાના વડીલ બંધુ પૂ. આ. શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે બંનેએ જૈન દીક્ષા અંગિકાર કરી.

આ બંને બંધુ આચાર્યોએ જૈન સંઘમાં સુપ્રસિદ્ધ અને સંઘ માની જૈનાચાર્યોમાં પ્રથમ પંક્તિમાં બિરાજમાન થઈને વિશિષ્ટ અને વિરલ સતપુરૂષ તરીકે ખ્યાતિ મેળવી છે.

ગૃહસ્થ પરિચય
2
3

  • ગૃહસ્થ નામ જયકાંતભાઈ અને હર્ષકાંતભાઈ
  • પિતાજી શ્રી શાંતિલાલ
  • માતાજી શ્રીમતી મંગુબેન
  • ગામ છાણી (વડોદરા, ગુજરાત)
  • જન્મઃ વિ.સં. ૨૦૦૯, ૨૦૧૧
  • વ્યવહારિક અભ્યાસઃ ધોરણ-૬, ગુજરાતી

દીક્ષાંત પરિચય
2
3

  • દીક્ષા વિ.સં. ૨૦૨૦, વૈશાખ સુદ-૧૦
  • દીક્ષા દાતા ગણિવર્ય (પછી ઉપાધ્યાય) શ્રી ધર્મસાગરજી મ. સા.
  • ગુરૂદેવ
    • દીક્ષામાં પૂ. ગુરૂદેવ મુનિવર શ્રી અભયસાગરજી મ. સા.
    • મોટી દીક્ષામાં પૂ. મુનિ (વર્તમાન આચાર્ય) શ્રી અશોકસાગરજી મ. સા.
  • શિક્ષા પૂ.પં.પ્ર. ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. સા.
  • અભ્યાસ આગમ, વ્યાકરણ, સાહિત્ય, ન્યાય પ્રકીર્ણક સૂત્ર વગેરે…
  • વિશેષતા સંગીત સાહિત્ય વકતૃત્વ વિશારદાતા (શ્રી નવકાર મહામંત્ર જપયુગ પ્રવર્તક શ્રી આગમ પરિચય વાંચનાના પુરસ્કર્તા
  • ગણીપદ વિ.સં. ૨૦૪૨, ચાણસ્મા
  • ગણીપદ પ્રદાતા પૂ. પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. સા.
  • પંન્યાસપદ વિ.સં. ૨૦૪૭, ઇન્દોર
  • પંન્યાસપદ પ્રદાતા ગીતાર્થ શ્રેષ્ઠ પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ. સા.
  • ઉપાધ્યાય આચાર્યપદ વિ.સં. ૨૦૫૩, સુરત
  • ઉપાધ્યાય આચાર્યપદ પ્રદાતા પૂ.શાસન પ્રભાવક આ.શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ. સા.

સમાધિ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. - મહા વદ એકાદશી બુધવાર ૭ માર્ચ ૨૦૨૪, રાત્રે ૧.૧૧ વાગ્યે. પાવનભૂમિ અયોધ્યાપૂરમ તીર્થ

મુખ્ય સિદ્ધિઓ
2
3

  • મુખ્ય ગુણો હિંમત, ઉત્સાહ, સામર્થ્ય, કલાપ્રિય, શિષ્યશિલ્પી
  • ઐતિહાસિક કાર્યો
    • જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમ,
    • સુમેરુ નવકાર તીર્થ,
    • સુરતથી સમ્મેતશિખરજીનો 140 દિવસ છ’રી પાલિત મહાસંઘ,
    • ચેન્નાઈથી પાલીતાણાનો 136 દિવસ છ’રી પાલિત મહાસંઘ,
    • રતલામથી પાલીતાણા અને ઈન્દોરથી પાલીતાણા ના છ’રી પાલિત મહાસંઘ
  • પરિવારમાંથી દીક્ષિત 65
  • પુસ્તક સર્જન સંપાદન 65
  • તપોધર્મ 77 ઓળીજી, 2 વર્ષીતપ, નવપદ જીની ઓળીઓ
  • સંગઠન શ્રી નવકાર પરિવાર (મ.પ્ર.) ઈન્દોર, ચેન્નાઈ, સુરત, વડોદરા, મુંબઈ, ઊંઝા, વાસદ, ચારકોપ, બેંગ્લોર, અમદાવાદ, મંદસૌર, હૈદરાબાદ, રતલામ અને માલવામાં ઘણી જગ્યાએ નવકાર વિહાર સેવા પરિવાર.
  • સમગ્ર અમદાવાદના 262 શ્વે.મૂ.જૈન સંઘોનું સંગઠન એટલે કે શ્વેતાંબર, મૂર્તિપૂજક, તપગચ્છ મહાસંઘ અમદાવાદ

બંધુ બેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.
અને
પૂ. આ. શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.ની નિશ્રા અને ઉપસ્થિતિમાં…

શાસન પ્રભાવક પ્રવૃત્તિઓની શ્રેણી
2
3

  • શ્રાવક જીવનની દીક્ષા સ્વરૂપ ઉપધાન તપ 45
  • અરિહંત પરમાત્માની ગાદી નશીન પ્રતિષ્ઠા 65
  • છ’રી પાલક સંઘ 50
  • નવપદ જીની સામૂહિક ઓળીજી 28
  • પોષ દશમીની સામૂહિક આરાધના 19
  • આગમ પરિચય વાચના 18
  • માંસાહાર અને માદક દ્રવ્યોનું વ્યસન ત્યાગનારા 10,000 લોકો

ચાતુર્માસ
2
3

  • સુરત
  • અમદાવાદ
  • મુંબઈ
  • ગુજરાત
  • મધ્યપ્રદેશ
  • રાજસ્થાન
  • પશ્ચિમ બંગાળ
  • તમિલનાડુ

પ્રભુનો પ્રસાદ અને ગુરુનું ગૌરવ
2
3

પૂજ્યશ્રીની નિશ્રામાં કરવામાં આવેલ સામૂહિક જપ, આરાધના અને આલેખનના શિલાલેખ

  • 25 દિવસમાં 7 કરોડ 55 લાખ (11 દિવસમાં)
  • 500 દિવસમાં 3 અબજ 11 કરોડ 19 લાખ (100-100 દિવસમાં)
  • 54 દિવસમાં 2 કરોડ 3 લાખ 50 હજાર શ્વેત પુષ્પથી પૂજન સાથે
  • 700 દિવસમાં 5 કરોડ 3 લાખ નવકાર આલેખન (100-100 દિવસમાં)
  • 9400 દિવસમાંઅખંડ જાપ (વિવિધ સમય માટે)
  • કુલ 1270 દિવસમાં 3 અબજ 26 કરોડ 50 લાખ 25 હજાર
  • નવકાર આલેખન દ્વારા આધ્યાત્મિક ક્રાંતિ

બંધુ બેલડીનાં પાવન દર્શન

બંધુ બેલડીના સાંનિધ્યમાં…

અનુપમ અનુભૂતિ

  • પ્રભુમય ગુરૂતત્વની અનુભૂતિ
  • ગુરૂમય શિષ્યત્વની અનુભૂતિ
  • કલ્યાણમય કૃતિત્વની અનુભૂતિ
  • પ્રભાવમય વકતૃત્વની અનુભૂતિ
  • નિર્ણાયક નેતૃત્વની અનુભૂતિ
  • નિષ્કામ કર્તૃત્વની અનુભૂતિ
  • વિલક્ષણ વ્યક્તિત્વની અનુભૂતિ
  • અધ્યાત્મમય અસ્તિત્વની અનુભૂતિ.
    .

.

સંસ્કાર સિંચન

  • જેમનો એક એક સમય સંયમ બને છે
  • જેમની એક એક સિદ્ધિ સમર્પણ બને છે
  • જેમનું એક એક પ્રવચન પ્રેરણા બને છે
  • જેમનું એક એક સંગીત ભક્તિ બને છે
  • જેમનું એક એક સાહસ ઇતિહાસ બને છે
  • જેમની એક એક સૂઝ સંગઠન બને છે
  • જેમનું એક એક આચરણ આદર્શ બને છે
  • જેમની એક એક આશિષ આધાર બને છે
  • જેમનો એક એક પરિચય પ્રાપ્તિ બને છે
  • જેમની એક પાત્રતા પ્રગતિ બને છે

અધ્યાત્મ અનુભવ

  • સંયમનો સાક્ષાત્કાર
  • પૂણ્યનો પ્રભાવ
  • ઉમંગનો ઉત્સવ
  • વૈવિધ્યનો વૈભવ
  • ગુરૂનું ગૌરવ
  • શાસનનો શ્રૃંગાર
  • અનુરાગીનો આનંદ
  • આરાધકનું આલંબન
  • અને… અધ્યાત્મનો અનુભવ

.

બંધુ બેલડીનો વિસ્તૃત પરિચય જાણો

પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.

પૂ. આ. શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.