

પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.

સત્યના સિંહનાદ સમાન
પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.


પ્રવચન પ્રભાવક
આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ વિદ્વાન તથા પ્રભાવક વકતા તરીકે સુપ્રસિદ્ધ છે. એક કુશળ શિક્ષક જે રીતે શીખવે એવી જ રસાળ શૈલીમાં તેઓ પ્રવચન આપે છે. પ્રવચનમાં જરૂરી શબ્દ વૈભવ, તર્કબદ્ધ દલીલો, સુસચોટ દૃષ્ટાંતો તથા વિષયો પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવીને બોલવાની કુશળતા તેમની પ્રવચન શૈલીની વિશેષતા છે.
શ્રી નવકાર પરિવાર
પોતાના પૂ. ગુરૂદેવ પન્યાસ શ્રી અભયસાગરજી મ.સાની નવકાર ભક્તિની આગમ વાચનાને પૂજ્યશ્રીએ બખૂબી સંભાળી છે.
પૂજ્યશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરે છે અથવા બાકીના સમયમાં વિચરણ કરે છે ત્યાં ત્યાં ‘શ્રી નવકાર પરિવાર’ની સ્થાપના કરીને તેઓએ હજારો ભાવકોને નવકાર પાઠ કરાવ્યા છે. સાથો સાથ આ પરિવારના માધ્યમથી ધર્મ અને સંસ્કૃતિ રક્ષણનું અદ્વિતીય કાર્ય કરાવ્યું છે.
સાધના-આરાધના
આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીજીએ પોતે પણ કરોડો નવકાર મંત્રના જાપ કર્યા છે. શ્રી નવકાર મંત્રની સામૂહિક આરાધના વિશાળ પાયા પર તથા ભવ્યતાપૂર્વક કરાવવામાં તેઓ અતિ કુશળ છે.
સુશિક્ષિત અને અનુશાસિત એકસોથી વધુ શિષ્ય-પ્રશિષ્યની સંપદા ધરાવતા પૂજ્યશ્રી જિનશાસનમાં તથા શ્રીસંઘમાં ગરિમાપૂર્ણ સ્થાન ધરાવે છે.
પૂજ્યશ્રી માત્ર જાપ સાધક જ નહીં પરંતુ વર્ધમાન તપની ૭૭ ઓળી તથા બે વર્ષીતપ વગેરે કરનારા તપસ્વી પણ છે.
પૂજ્યશ્રીના અનેક શિષ્ય પણ વિશિષ્ટ જ્ઞાની, આગમ ગ્રંથોને કંઠસ્થ કરનારા, લેખક, વકતા તથા વર્ધમાનાદિ તપના સાધક છે.
કુશળ સંચાલક
પૂજ્યશ્રી શ્રીઅયોધ્યાપુરમ્ મહાતીર્થ તથા સુમેરૂ નવકાર તીર્થના પ્રેરક તથા માર્ગદર્શક છે.
આ બંને તીર્થનું પૂજ્યશ્રીના માર્ગદર્શનમાં જ સંચાલન થાય છે. અહીં તેમનું કાર્યક્ષમ સંચાલન સ્પષ્ટપણે જોવા મળે છે.
પૂજ્યશ્રીની સ્થાપત્ય કલા પ્રત્યે શીશ ઝૂકી જાય… આવાં બે મહાન તીર્થ શ્રી જૈન સંઘને પૂ્જ્યશ્રીની પ્રેરણાથી મળેલી અદભૂત, અદ્વિતીય તથા અલૌકિક ભેટ છે.
ઉપકારી સંત
પૂજ્યશ્રીની સત્વશીલતા, સાહસિકતા, સત્વપૂણ્યશીલતા તથા શત્ પ્રભાવકતા જોવી તથા સમજવી હોય તો સુરતથી શિખરજીના ૧૪૦ દિવસીય તથા ચેન્નાઈથી પાલિતાણાજીના ૧૩૬ દિવસીય છ’રીપાલક મહાસંઘને યાદ કરવા જોઇએ. આ બંને મહાસંઘોના અતિ સુંદર શ્રુતિગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
પ્રત્યેક વર્ષે પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, અંજનશલાકાઓ, પ્રભુ પ્રતિષ્ઠા શિબિર, યુવા વર્ગ માટે વિશિષ્ઠ પ્રવચન, શ્રી નવકાર મંત્ર આદિના વિશિષ્ઠ અનુષ્ઠાન, યુવા સંગઠન તથા સાહિત્ય પ્રકાશન… આ બધા કારણે પૂજ્યશ્રી જૈનશ્રી સંઘના સુપ્રતિષ્ઠિત માર્ગદર્શક… યુવાઓના પથ પ્રદર્શક એક વિરલ ઉપકારી સંત છે જે સદાય ધર્મ સંસ્કૃતિની સુરક્ષા માટે તત્પર છે.
પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.નાં
શ્રીચરણોમાં કોટિ કોટિ વંદન
બંધુ બેલડીનો વિસ્તૃત પરિચય જાણો


પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા.
