

સેવા પ્રકલ્પો

સેવા પ્રકલ્પો

આચાર્ય દેવ શ્રી બંધુ બેલડીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ શ્રી જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમમાં
ભારતની ભવ્યતા, ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રનું સ્વર્ગની
પરિકલ્પના સાકાર થઈ રહી છે
ભોજનશાળા
એક હજાર યાત્રિકો એક પંગત અને એક સંગતમાં બેસીને ભારતીય સંસ્કૃતિ અને જૈન દર્શન અનુૂરૂપ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન ળઈ શકે એ માટે યોગ્ય અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવી છે.
દર વર્ષે લગભગ 3000 સાધુ સાધ્વીજીઓ અને લગભગ 3,00,000 શ્રદ્ધાળુઓ અહીં નિઃશુલ્ક સધાર્મિક ભક્તિનો લાભ લે છે.
શત્રુંજય ગિરિરાજ પાલિતાણા રોડ પર અયોધ્યાપુરમ તીર્થસ્થાન હોવાના કારણે છેલ્લાં વીસ વર્ષથી ભારતભરમાંથી આવતા યાત્રિકો આ વિનામૂલ્યે સધાર્મિક ભક્તિની આ સેવાનો લાભ લઈ રહ્યા છે. ભારતભરના દાતાઓના સહયોગથી આ સંભવ થઈ રહ્યું છે.
ધર્મશાળાઓ
અહીં રહેઠાણની જરૂરી સગવડો સાથે પરિપૂર્ણ બે મોટી ધર્મશાળાઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. અહીં સ્વચ્છ વાતાવરણમાં વાતાનુકૂલિત અને સામાન્ય કુલ 100 રૂમ ધરાવતી ધર્મશાળાઓમાં 24*7 વીજળી, પાણી, લિફ્ટ અને અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં રોકાણ માટે એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવી છે.
ઉપાશ્રય
તીર્થ સંકુલમાં 4 મોટાં ઉપાશ્રયોની સુવિધા, દર્શનાર્થે આવતા સાધુ સાધ્વીજી માટે કરવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થા તેમના તપસ્વી જીવન માટે અનુકૂળ છે. અહીં એક હજાર લોકોની ક્ષમતા ધરાવતા વિશાળ આરાધના હૉલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
ગૌશાળા
પૂજ્ય મુનિ શ્રી મલયચંદ્રસાગરજી મ. સા.ની સ્મૃતિમાં સંચાલિત ગૌશાળામાં આજે 125 થી વધુ ગાયોની સમગ્ર સેવા કરવામાં આવે છે. અહીં કતલખાને જતાં બચી ગયેલી ગાયોની સાથે નિરાધાર ગાયોની પણ સેવાભાવના સાથે સંભાળ રાખવામાં આવે છે.
જીવદયા પ્રેમીઓ તથા શ્રી સંઘના સહયોગથી સેવાભાવના સાથે ગોવંશને મોસમ પ્રમાણે યોગ્ય આહાર તથા તેમની જરૂરિયાત મુજબની તબીબી સુવિધાઓ વગેરે આપવામાં આવે છે. ગૌશાળામાંથી મળતા શુદ્ધ અને પૌષ્ટિક દૂધનો ઉપયોગ પરમાત્મા સાધુ સાધ્વીજી તથા ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે વપરાય છે.
ચિકિત્સાલય
તીર્થ સંકુલમાં એક આયુર્વેદિક અને એક એલોપેથિક ચિકિત્સાલય ચાલી રહ્યાં છે. જેમાં નિષ્ણાત તબીબો દર વર્ષે 10 હજાર જેટલા લોકોને વિનામૂલ્યે પ્રાથમિક તબીબી તપાસ અને સારવારની સુવિધા પૂરી પાડે છે. આ દર્દીઓ તીર્થની આસપાસનાં ગામડાઓમાં રહેતા લોકોની સાથે યાત્રાએ આવતા યાત્રાળુઓ હોય છે.
અહીં સમયાંતરે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે અને ગંભીર રોગોની સારવાર માટે દર્દીઓની પસંદગી કરવામાં આવે છે.
અભયહૉલ
તીર્થમાં વિવિધ હેતુઓ માટે એક હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવતા હૉલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી સંઘ અને સામાજિક સંસ્થાઓ અહીં કાર્યક્રમોનું આયોજન કરી શકે. તેમના માટે અહીં પ્રવચન, ભોજન માટે રસોડું, રહેવાની વ્યવસ્થા વગેરેની સગવડ અહીં આપવામાં આવી છે. આ સાથે તીર્થ સંકુલને અડીને આવેલી લગભગ 15,000 ચોરસ ફૂટ જમીન પણ છરી પાલિત સંઘો માટે રાખવામાં આવી છે.
યાત્રી સુવિધા
અયોધ્યાપુરમ તીર્થમાં આવતા યાત્રિકોને અગવડ ન પડે તે માટે બહાર બસ સ્ટોપ અને જળ મંદિરની સુવિધા આપવામાં આવી છે તથા ખાસ તહેવારો પર આવતા યાત્રિકોનાં વાહનો માટે અલગ પાર્કિંગની પૂરતી સુવિધા કરવામાં આવી છે.
સેવા પરિવાર
તીર્થ સંકુલમાં ઉપરોક્ત તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓના સરળ સંચાલન માટે 100થી વધુ સેવાભાવી કાર્યકરોની ટીમ હંમેશા કાર્યરત રહે છે. જેઓ સંપૂર્ણ આત્મીયતા અને તત્પરતાથી મુલાકાતીઓની સેવા કરવામાં વ્યસ્ત રહે છે. હરિયાળીથી આચ્છાદિત તીર્થ સંકુલમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેના કારણે સ્વચ્છ ભારત જેવા અભિયાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવતાં સારા પ્રયાસોને વેગ મળે છે.
જ્ઞાન મંદિર
અહીં જ્ઞાન, ધ્યાન, સાધના, ઉપાસના અને જિનશાસનના મહિમા સંબંધિત ત્રણ હજારથી વધુ પુસ્તકોનો જ્ઞાન ભંડાર ઉપલબ્ધ છે.
પરમાર્થ પ્રવૃત્તિઓ
- દર મહિનાની પૂર્ણિમાના દિવસે, જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરતા માટે લગભગ 65 પરિવારોને જીવનનિર્વાહ માટે એક હજાર રૂપિયાના મૂલ્યની આવશ્યક સામગ્રી અને વસ્તુઓ આપવામાં આવે છે.
- કુદરતી આપત્તિ સમયે સંસ્થા સેવા ધર્મ ખંતપૂર્વક બજાવે છે અને આફતગ્રસ્તોને જરૂરી મદદ અને સામગ્રી પૂરી પાડે છે. પૂર, દુષ્કાળ, ભૂકંપ વગેરે જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મદદ કરીને સામાજિક જવાબદારી સારી રીતે નિભાવવામાં આવે છે.
- જે બાળકો ગરીબ પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત છે, સંસ્થા તેમને અભ્યાસ સામગ્રી આપીને શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુ ઉપરાંત ભારે અને ઓછા વરસાદના સમયમાં નિરાધાર પશુઓને લીલું ઘાસ, પાણી, તબીબી સુવિધા વગેરે આપવાનું સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહે છે.

“મનુષ્યે ધર્મ અને ધર્મી પ્રત્યે હંમેશાં આદર રાખજો જોઈએ.”