ગુરૂકુળ

મહોપાધ્યાય શ્રી ધર્મસાગર જૈન વલ્લભી વિદ્યાપીઠ નિઃશુલ્ક ‘ગુરુકુળ’

નિર્માણનો ઇતિહાસ… ઇતિહાસનું નિર્માણ

અયોધ્યાપુરમ મહાતીર્થના પ્રેરક, સંસ્થાપક તથા માર્ગદર્શક પરમ પૂજ્ય બંધુ બેલડી આચાર્યદેવ શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી તથા આચાર્ય દેવશ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી જ્યારે વિહાર કરતા હતા ત્યારે તેમની ધર્મયાત્રામાં અનેક એવા જૈન મધ્યમવર્ગી પરિવારોના સંપર્કમાં આવતા હતા, જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય. તેમનાં સંતાનો પ્રતિભાસંપન્ન અને ગુણવાન હોય, પરંતુ આવશ્યક વ્યવહારિક શિક્ષણ મેળવવામાં પડકારોનો અનુભવ કરતા હોય. તેઓ આજનું વ્યવહારિક, આવશ્યક શિક્ષણ પણ ન મેળવી શકે તો ધાર્મિક શિક્ષણની તો વાત જ શી કરવી?

એક અદભુત ઉતર – ગુરુકુળ
આવા વિચારથી ચિંતિત પૂજ્યશ્રીએ ભવિષ્ય તરફ નજર દોડાવતાં વિચાર કર્યો કે ધર્મશિક્ષણથી વંચિત આવા અનેક પરિવારોના સંતાનો અશિક્ષિત રહેશે તો આવનારી જૈન પેઢી તથા સમગ્ર જિનશાસનનું ભવિષ્ય કેવું હશે? આ વિચારને માત્ર વિચારના સ્તરે સીમિત ન રાખતાં પૂજ્યશ્રીએ આ વિચારને આચરણમાં મૂકીને સાકાર કરી દીધો.

પૂજ્યશ્રી પર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા તથા તેમના પૂજ્ય ગુરૂદેવના આશીર્વાદથી વર્તમાન પેઢીના સંસ્કારી, વ્યવહારિક તથા ધાર્મિક શિક્ષણ-પ્રશિક્ષણના સિંચન માટે એક અદભુત ઉત્તર મળ્યો – ‘‘ગુરુકુળ’’! એ પણ સંપૂર્ણ સુવિધાપૂર્ણ હોવા છતાં સંપૂર્ણપણે નિઃશુલ્ક. આ વિચાર ઉત્તમોત્તમ હોવા છતાં તેનો વાસ્તવિક અમલ અત્યંત મુશ્કેલ હતો. પરંતુ દૃઢ મનોબળ તથા શ્રદ્ધાથી આ પ્રયાસની શુભ શરૂઆત થઈ.

જાણો કેવી રીતે
રાજકોટ નિવાસી શ્રી જયંતભાઈ મહેતા તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી તરૂલતાબહેનનો આ પુનિત કાર્યમાં સહયોગ મળ્યો. એ સાથે એક દિવસે મહોપાધ્યાય શ્રી ધર્મસાગર વલ્લભી વિદ્યાપીઠનો શુભારંભ થયો. પરિણામ સ્વરૂપ ધોરણ ૬ થી ૮ સુધી ૩૫ બાળકો સાથે શરૂઆત થઈ. આ શિક્ષણ યાત્રા આજે ૧૦મા ધોરણ સુધી ૧૬૫ બાળકો સુધીના પડાવે પહોંચી ગઈ છે. 

સર્વ સુવિધાથી સજ્જ આવાસ પરિસર
ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સર્વ સુવિધાથી સજ્જ નવીન બહુમાળી આવાસ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ગરિમાપૂર્ણ સમારંભ સાથે 7 એપ્રિલ રવિવાર, 2019ના દિને પૂજ્ય આચાર્યદેવ શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વર મ. સા.ની પાવન નિશ્રામાં ઉદઘાટન કરવામાં આવ્યું. આ નવીન આવાસ પરિસરમાં 250થી વધુ વિદ્યાર્થીઓ માટે આવાસ, અભ્યાસ સહિત અન્ય તમામ જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
શૈક્ષણિક સત્ર 2019-20થી ગુરુકુળમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે આ પરિસરનો શુભારંભ કરવામાં આવ્યો. જેથી તેઓ સર્વ સુવિધાથી સજ્જ પરિસરમાં પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી શકે.

ગુરુકુળમાં આવતાં પહેલાં જે બાળકો નવકાર મહામંત્રનું ઉર ઉચ્ચારણ કરી શકતાં નહોતાં એ બાળકો અહીં આવીને વિકાસ પામ્યાં. તેમની પ્રતિભા સોળે કલાઓથી ખીલી ઊઠી. અહીંના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ આચાર વિચાર સાથે જૈન સંસ્કારપૂર્ણ જીવનપથ પર આગળ વધવા લાગ્યા. અહીં શિક્ષણ મેળવીને તેઓ એવા તેજસ્વી બનવા લાગ્યા કે અયોધ્યાપૂરમ ગુરુકુળ વલ્લભીપૂર જિલ્લામાં અગ્રણી બની ગયું છે.

ગુરુકૂળ એટલે..
2
3

  • જિનશાસન સમજાવતી - પાઠશાળા
  • જીવનને સદાચારથી સમજાવથી - કલાશાળા
  • પરિવાર, રાષ્ટ્રના સંસ્કાર પ્રગટ કરતી - પ્રયોગશાળા

દૈનિક દિનચર્યા
2
3

Every day fun day… life is a Sunday
Every son is sun of every day…

  • પ્રાતઃ 5.30 થી 6.00 પ્રાતઃકાલ જાગરણ
  • પ્રાતઃ 6.30 થી 6.15 યોગ-વ્યાયામ
  • પ્રાતઃ 6.15 થી 7.00 અભ્યાસ
  • પ્રાતઃ 7.00 થી 7.15 સામાયિક પાઠશાળા
  • પ્રાતઃ 7.55 થી 8.10 પ્રભુદર્શન, ગુરુવંદન
  • પ્રાતઃ 8.10 થી 8.30 નવકારશી
  • પ્રાતઃ 8.30 થી 9.00 શાળા અભ્યાસ
  • પ્રાતઃ 9.00 થી 9.45 પ્રાતઃકાલ જાગરણ

I can do it- we can win
જે કરીશું દિલથી, કરીશું પૂરી લગનથી…

વિદ્યાપીઠની વિશેષતાઓ
2
3

  • વલ્લભીપુર તાલુકાની પ્રથમ નોન-ગ્રાન્ટેડ શાળા
  • સંસ્કારી અને પ્રેમાળ કુશળ ગૃહસ્થ શિક્ષકોની દેખરેખ હેઠળ ધોરણ 6-7-8-9-10 સુધી શિક્ષણ
  • પ્રયોગશાળા, પુસ્તકાલય અને કમ્પ્યૂટર લેબ સાથે હોમ થિયેટરમાં મર્યાદાપૂર્ણ અભ્યાસ
  • વિવિધ વિષયોના નિષ્ણાતો અને તજજ્ઞોતરફથી સલાહ અને સેવા
  • વિવિધ પ્રવૃત્તિમાં કુશળ શિક્ષણ માટે કુશળ લોકોને આમંત્રણ
  • ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ દર વર્ષે ૯૦% થી વધુ
  • માતૃભાષામાં શિક્ષણ સાથે અંગ્રેજી ભાષાની નિપુણતા પર ખાસ ધ્યાન
  • વિદ્યાર્થીઓને કોચ દ્વારા યોગ, કરાટે, બોક્સિંગ અને અન્ય રમતોની તાલીમ અને નિયમિત અભ્યાસ
  • ગુજરાત ખેલ મહાકુંભમાં ગુરુકુળના ખેલાડીઓ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં મેડલ વિજેતા
  • શૈક્ષણિક, પર્યટન અને ધાર્મિક યાત્રા અને પ્રવાસ કાર્યક્રમો
  • ગુરુકુળના ઘણા વિદ્યાર્થીઓ આજે દેશ અને દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સન્માનજનક પેકેજો પર કાર્યરત
  • દર ત્રણ મહિને, એક કૌટુંબિક બેઠકનું આયોજન, જેાં શિક્ષકો અને વાલીઓ વચ્ચે દરેક વિદ્યાર્થીના પ્રગતિ અહેવાલ અને જરૂરી સુધારાઓની ચર્ચા

ધર્મની ધુરા ધારણ કરશે
2
3

  • દરરોજ નવકારશી, સવારે પ્રભુ દર્શન, ગુરુવંદન, પ્રભુની પૂજા, ચોવિહાર, તિવિહાર, આરતી અને સામૂહિક મહામંત્ર
    સાધના, પાઠશાળા, ગુરુવાણી...
  • રવિવારે અષ્ટપ્રકારી પૂજા, વિવિધ અનુષ્ઠાન, સમૂહ સામાયિક
  • પાંચ તારીખ પ્રતિક્રમણ
  • વિવિધ ગુરુ ભગવંતોનાં પ્રવચનો, સામૈયા અને સંઘ ભક્તિ
  • અલગ અલગ સંઘોમાં દરેક વર્ષે બાળકો મહાપર્વ પર્યુષણની આરાધના માટે તૈયાર
  • દર વર્ષે 20 થી 25 વિદ્યાર્થીઓ ઉપધાન તપમાં સામેલ
  • દરરોજ 2 અખંડ આયંબિલ, 5 તિથિ બિયાસણા, ચોમાસામાં અલગથી 45 દિવસ બિયાસણા, અનેક બાળકોની
    અઠ્ઠાઈ, અઠમ, ઉપવાસ, પૌષધની આરાધના, ઓળીની આરાધના અને મુખ્ય તહેવારોની ઉજવણી
  • બાળકોના વર્ગ અનુસાર સર્વાંગી ધાર્મિક શિક્ષણ
  • દરેક બાળક દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી 1 ગાથા, 500 સ્વાધ્યાય, 70 પ્રતિક્રમણ અને 120 સામાયિક
  • જૈન ધર્મના વિવિધ પ્રસંગો પર અદ્ભુત નૃત્ય અને નાટકની હૃદયસ્પર્શી રજૂઆત
  • ચાર સાધકો દ્વારા દીક્ષા સ્વીકાર

આ આંકડાનો માત્ર થોડો અંદાજ છે…
ગુરુકુળનો તો અહીં જોરદાર મિજાજ છે…

ગુરુકુળના ચાર મુમુક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા સંયમ જીવનનો સ્વીકાર, 665 બાળકોની સમૂહ આરાધના, 175 ઉપધાન, 5985 આયંબિલ, 38,500 પ્રતિક્રમણ, 200 અઠ્ઠાઈ, 12,450 એકાસણા, 92,400 સામાયિક, 114 અઠ્ઠમ, 19230 બિયાસણા, લાખો નવકાર, હજારો ગાથાઓ, લાખોનો સ્વાધ્યાય, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં પર્યુષણની આરાધના માટે બાળકોની ટીમ તૈયાર

વિદ્યાદાન - મહાદાન
2
3

ગુરુકુળનો લાભ લેવાની મૂલ્યવાન તકો

શ્રી અયોધ્યાપુરમ સેવા સંસ્થાન ટ્રસ્ટમાં...

  • વિદ્યાદાનનો વિશિષ્ઠ લાભ -- એક વર્ષનો નકરો ----
  • વિદ્યાર્થીને આજીવન વિદ્યાદાન - 2,51,000/-
  • ગણવેશ-ધાર્મિક ઉપકરણોના દાતાશ્રી 2,51,000/-
  • શૈક્ષણિક સંસાધનોના દાતા રૂ. 2,00,000/-
  • વિધા દાતાશ્રી એક બાળક - એક વર્ષ 25,000/-
  • વિદ્યા સહાયક શ્રી વર્ષ 11,000/-
  • વિદ્યાર્થીઓ માટે ત્રણ સમયની ભોજન ભક્તિ, એક દિવસ રૂ. 11,000/-
  • વિદ્યાર્થીઓ માટે એક સમયની ભોજન ભક્તિ, એક દિવસ રૂ. 4,000/-
  • એક દિવસનો અલ્પાહાર દાતાશ્રી રૂ. 3,000/-
  • એક દિવસની શાળામાં રિસેસનો નાસ્તો રૂ. 2,000/-

સ્મરણ રહે…
ટ્રસ્ટને આપવામાં આવેલ દાન આવકવેરાની કલમ 80G હેઠળ કરમુક્ત છે.
Income Tax Pam No. AAHTS649776C

અયોધ્યાપુરમ મહાતીર્થનો મહામુદ્રા લેખ
2
3

આજની ગાથા… કાલની ગાથા...

ગુરુકુળની ગૌરવગાથા...

વિદ્યાર્થીની કલ્યાણગાથા...

શિક્ષણ એ ફક્ત પાઠ્યપુસ્તકો ઉમેરીને મેળવેલા ગુણનો સરવાળો નથી, પરંતુ શિક્ષણ એ ધાર્મિત સંસ્કાર, સંસ્કૃતિ, સર્વસમાવેશક જ્ઞાન, પરંપરા, શાસ્ત્રોની વાણી, આધુનિકતાનો વિવેકપૂર્ણ સ્વીકાર, મૂલ્યોનું જતન અને ધર્મની સમજ - નૈતિક આચરણનો સરવાળો છે.

આવા સર્વોચ્ચ વિચારસરણી ધ્યાનમાં રાખીને, આવનારી પેઢીનાં જૈન બાળકો માટે તૈયાર કરવામાં આવેલું એક મહાન શિક્ષણ કેન્દ્ર એટલે…

અયોધ્યાપુરમ મહાતીર્થ ગુરુકુલ

હા, આ માત્ર શિક્ષણનું સ્થળ નથી.

પરંતુ તે જીવનનું ધામ છે...

ઓછી આવક, છતાં ઉચ્ચ ધાર્મિક ભક્તિ ધરાવતા જૈન પરિવારોનાં તેજસ્વી બાળકોએ અહીં ઘરે પહેરેલાં કપડાં પહેરીને અહીં આવવાનું હોય છે, પછી અમારી સંસ્થા તેમના રહેવા, ખાવા, નહાવા, પહેરવા, રમવા, રમવાની, જીવવાની અને વિકલવાની બધી જવાબદારીઓ લે છે અને તે પણ સંપૂર્ણપણે મફત..!! અમે બાળકોનો સંપૂર્ણ ઉછેરની જવાબદારી લઈશું, તેમને અર્થસંપન્ન, ધર્મસંપન્ન શ્રાવક અને નાગરિક બનાવીશું. એટલે અયોધ્યાપુરમનો મહામુદ્રાલેખ છે કે.

સર્વોત્તમ શિક્ષણ - મૂલ્યોનો સમાસ

એ જ છે બાળકનો સર્વાંગી વિકાસ

અહીં, બાળકોના વેશમાં, જ્ઞાન સંસ્કાર પ્રાપ્ત કરે છે દેવતાઓ…

આ એક શાળા છે પણ તેનો મહિમા તીર્થ જેવો છે...

ગુરુકુળમાં પ્રવેશ સહિત અન્ય માહિતી માટે સંપર્ક
2
3

  • શ્રી જયંતભાઈ – 98254 44654
  • શ્રી અતુલભાઈ – 98247 - 41062
  • શ્રી પ્રકાશ પંડિતજી – 87803 57737

ગુરુકુળની ગૌરવગાથા
2
3